શૈક્ષણિક સંસાધનો

પ્રાથમિક શાળા

અમારી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના મજબૂત શૈક્ષણિક આધાર માટે સમર્પિત છે. અહીંનો અભ્યાસક્રમ બાળકોની શીખવાની પ્રકિયા આનંદમય બનાવે છે, જેમાં ગેમ-બેઝ્ડ શીખવું, ક્રિયાત્મક પ્રવૃત્તિઓ, અને નવીન શિક્ષણ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક શાળા એવા માળખાનો સ્થાપન કરે છે કે જેમાં બાળકના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે અને તેઓ આગળના શિક્ષણ માટે સજ્જ થાય.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા

અમારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અને મજબૂત શૈક્ષણિક આધાર પ્રદાન કરે છે. અહીંના અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓ વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને ભવિષ્ય માટે જરૂરી કુશળતાઓ વિકસાવવામાં મદદરૂપ થાય છે. પ્રાયોગિક અભ્યાસ, વ્યાવસાયિક માર્ગદર્શન અને વિવિધ સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમની તાકાત અને ક્ષમતાઓ શોધવામાં પ્રોત્સાહન મળે છે, જેથી તેઓ આગળના શિક્ષણ અને કારકિર્દી માટે સારી રીતે તૈયાર થાય.

વર્ગખંડો